કોવિડ-19 : રાજ્યમાં આજે 958 નવા કેસ નોધાયા, કુલ મૃત્યુઆંક 4254 પર પહોંચ્યો

Covid -19 : રાજ્યમાં આજે 848 નવા કેસ નોધાયા, 12 દર્દીના થયા મોત
New Update

ગુજરાત રાજ્યમાં આજે કોવિડ-19ના 958 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 6 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં આજે 1309 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,38,205 પર પહોંચી છે. જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4254 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 11040 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,22,911 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 63 દર્દી વેન્ટીલેટર પર છે અને 10977 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 958 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 195, સુરત કોર્પોરેશનમાં 123 ,વડોદરા કોર્પોરેશનમાં 96, રાજકોટ કોર્પોરેશનમાં 97, સુરતમાં- 34, ખેડા-33, વડોદરા-32, મહેસાણા-31, રાજકોટ-29, કચ્છ-24, દાહોદ-23, ગાંધીનગર-19, સાંબરકાંઠા-17 અને સુરેન્દ્રનગરમાં-16 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 6 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4 અને સુરત કોર્પોરેશનમાં 2દર્દીનાં મોત થયા છે.

રાજ્યમાં આજે કુલ 1309 દર્દી સાજા થયા હતા અને 54,843 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 92,17,823 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.58 ટકા છે.

#Connect Gujarat #Covid 19 #CMO Gujarat #VijayRupani #DyCM Nitin Patel #gujarat fight corona
Here are a few more articles:
Read the Next Article