ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર, જુઓ ક્યારે થશે શરૂ

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર, જુઓ ક્યારે થશે શરૂ
New Update

રાજ્યમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થવાના આરે છે ત્યારે ત્રીજી લહેરના પડકારોના સામના માટે રાજ્ય સરકાર સજ્જ થઇ છે . જેના ભાગરૂપે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.

રાજ્યમાં એપ્રિલ અને મે મહિનામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. આથી, દર્દીઓ વધુ અને બેડની સંખ્યા ઓછી હોય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી હતી. ત્યારે, અમદાવાદમાં DRDO દ્વારા હોસ્પિટલની શરૂઆત કર્યા બાદ હવે ગાંધીનગરમાં મહાત્મા મંદિરની અંદર DRDO દ્વારા હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જાહેરાત કરી હતી કે હોસ્પિટલ અત્યારે શરૂ થશે નહીં.પણ ત્રીજી લહેર માટે આ આગોતરું આયોજન છે.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શનિવારે મહાત્મા મંદિર ખાતે તૈયાર થયેલી કોવિડ 19 હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ, પત્રકાર પરિષદને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે, એપ્રિલ અને મે મહિનામાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો હતો. ત્યારે હવે છેલ્લા કેટલાય દિવસથી કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જ્યારે, ગાંધીનગર સિવિલમાં પણ 500 બેડમાં અત્યારે ફક્ત 90 જેટલા જ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આમ કેસમાં પણ ઘટાડો થયો છે. ત્યારે આ હોસ્પિટલ હવે કાર્યરત થશે નહીં પરંતુ જ્યારે કેસમાં વધારો થશે ત્યારે આ હોસ્પિટલ 24 કલાકની અંદર જ કાર્યરત કરી દેવામાં આવશે. મહાત્મા મંદિર ખાતે બનાવવામાં આવેલી આ હોસ્પિટલમાં 200 જેટલા બેડ ઓક્સિજન સુવિધા સાથે તૈયાર કરવામાં આવ્યા છે.

આમ કુલ 3 જનરલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે મહાત્મા મંદિરની બહારના ભાગે સ્પેશિયલ ઓક્સિજન ટેન્ક પણ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જેથી ઓક્સિજનની કમી સર્જાય નહીં છેલ્લા 10 દિવસથી સતત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક અને ચર્ચા કરીને ત્રીજી વેવની પણ રાજ્ય સરકારે તૈયારી સંપૂર્ણ કરી દીધી છે. આ ઉપરાંત તમામ હોસ્પિટલમાં બેડની પૂરતી સંખ્યા, ઇન્જેકશનનો પૂરતો જથ્થો અને ઓક્સિજનની કમી સર્જાય નહીં તે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે તૈયારીઓ કરી.

#Covid 19 #Gandhinagar #Mahatma Mandir #Gandhinagar News #Connect Gujarat News #Vijay Rupani #Covid Hospital
Here are a few more articles:
Read the Next Article