અંકલેશ્વરના તાડ ફળિયામાં રહેતો વિજય દલપત વસાવા અને સલીમ અંકલેશ્વરના તાડ ફળિયાની પાછળ આવેલ તળાવની દીવાલ પાસે ખુલ્લી જગ્યામાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા. 
પોલીસે સ્થળ પરથી રોકડા 1.80 લાખ અને 11 મોબાઈલ ફોન મળી કુલ 3.54 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને સુરતના બેગમપુર આંટી ફળિયામાં રહેતો જુગારી નિકુલ ભરત રાણા,ઇમરાનખાન સામીદખાન પઠાણ,વિપુલ બાબુ મકવાણા,જયકુમાર પરેશ પટેલ અને સુનિલ પરસોત્તમ ભોજવાણી સહિત 10 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત બેને વોન્ટેડ જાહેર કરાયા હતા.