ભરૂચના આમોદ તાલુકામાં મગરના હુમલાની ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી હતી. અશરફ પટેલ નામના યુવાન પર મગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે તે પશુ ચરાવવા માટે તળાવ નજીક ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગ્રામજનોમાં આતંક વ્યાપી ગયો હતો અને લોકો તળાવ પાસે જવાથી પણ ડરવા લાગ્યા હતા.આ ઘટનાને પગલે વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાંબી મહેનત બાદ તળાવમાંથી મગરને પકડીને પાંજરે પુરવામાં આવ્યો હતો.વન વિભાગની આ કામગીરી બાદ ગામમાં રાહતનો શ્વાસ લેવાયો હતો.
