ડાંગ : સાપુતારામાં થયું અચાનક વરસાદનું આગમન, વાતાવરણ ઠંડુગાર બનતા સર્જાયા અલભ્ય દ્રશ્યો

ડાંગ : સાપુતારામાં થયું અચાનક વરસાદનું આગમન, વાતાવરણ ઠંડુગાર બનતા સર્જાયા અલભ્ય દ્રશ્યો
New Update

ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે એકાએક કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા જોરદાર વરસાદ વરસ્યો હતો. સાપુતારા ખાતે હવામાનમાં પલટા સાથે અચાનક વરસાદનું આગમન થતાં વાતાવરણ ઠંડકમય બની જવા પામ્યું હતું. છેલ્લા સપ્તાહથી ગરમી વધી રહી છે, ત્યારે બપોરના અરસામાં સાપુતારા તથા આજુબાજુના ગામડાઓમાં મુશળધાર વરસાદ પડતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. તો વરસાદ સાથે સૂસવાટા સાથે પવન ફૂંકાયો હતો, ત્યારે વરસાદના કારણે આહલાદક વાતાવરણ વચ્ચે સાપુતારાના અલભ્ય દ્રશ્યો સામે આવ્યા હતા. જોકે હાલ પડેલા કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતિથી ખેડૂતો પણ ખૂબ ચિંતામાં મુકાયા છે.

#Hill Station Dang #Rain News #Gujarat Weather Report #Rain #weather forcast #Saputara #Dang
Here are a few more articles:
Read the Next Article