દિલ્હી કેપિટલ્સ (DC)ના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં એક મોટી સિદ્ધિ હાંસલ કરી. શુક્રવારે (8 મે) અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની મેચ દરમિયાન રાહુલે એક એવો રેકોર્ડ બનાવ્યો જે અત્યાર સુધી કોઈ અન્ય બેટ્સમેન હાંસલ કરી શક્યો ન હતો. જોકે તેની ઇનિંગ માત્ર 23 રન સાથે સમાપ્ત થઈ આ ટૂંકી ઇનિંગે તેને IPL ઇતિહાસમાં એક ખાસ સ્થાન અપાવ્યું. 

કેએલ રાહુલ ત્રણ અલગ અલગ આઈપીએલ ફ્રેન્ચાઇઝી માટે 1,000 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેણે પંજાબ કિંગ્સ (PBKS) માટે 2,548 રન અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે 1,410 રન બનાવ્યા છે. રાહુલે હવે દિલ્હી કેપિટલ્સ માટે 1,006 રન બનાવ્યા છે.

કે એલ રાહુલ IPLમાં એવો પહેલો બેટ્સમેન બન્યો છે જેણે 3 અલગ-અલગ ટીમો માટે 1000થી વધુ રન બનાવ્યા છે. તેણે પંજાબ કિંગ્સ માટે 2548 રન, લખનૌ સુપર જાયન્ટ્સ માટે 1410 રન અને હવે દિલ્હી કેપિટલ્સ માટે પણ 1006 રન કર્યા છે. આ તેમના સતત સારા પ્રદર્શન અને દરેક ટીમમાં પોતાને સાબિત કરવાની ક્ષમતા બતાવે છે.