ભરૂચના વાલિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષીય બાળકીને ચોકલેટ અને પડીકા અપાવવાની લાલચ આપી ગામની સીમમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.આ ઘટનાને પગલે વાલિયા પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ રાજુ ગામીતને ઝડપી પાડ્યો હતો અને રિકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે આજરોજ યુવા આગેવાન રજની વસાવા,જગદીશ વસાવા,વિનય વસાવા,વિજય વસાવા,ચંપકલાલ વસાવા,ભમાડિયા ગામના અજય વસાવા,નર્મદાબેન પટેલ,જેસંગભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આગેવાનો તેમજ ગ્રામજનોએ ઘટનાને વખોડી કાઢી આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી છે.
ભરૂચ: વાલિયા પંથકમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજાની માંગ, આગેવાનોએ પરિવારજનો સાથે કરી મુલાકાત
ભરૂચના વાલિયા તાલુકાના એક ગામમાં પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બાદ સામાજિક આગેવાનોએ પીડિત બાળકીના પરિવારની મુલાકાત કરી હતી ગુજરાત | ભરૂચ | સમાચાર
