દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ખંભાળિયા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો હોવાથી ઉપરવાસમાં પાણી આવક વધતા સિંહણ ડેમ ઓવરફ્લો થયો છે..
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મોસમનો કુલ 42 ઇંચ વરસાદ થયો જે ચાલુ વર્ષ નો 134 ટકા જેટલો વરસાદ પડ્યો છે અને ખંભાળિયા તાલુકામાં પણ છેલ્લા 2 દિવસથી મુશળધાર વરસાદ વરસતા ઉપરવાસમાં પાણીની સારી એવી આવક થતા ખંભાળિયાના આસપાસના 10 થી વધુ ગામને પીવાનું પાણી અને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડે છે. સિંહણ ડેમ ખંભાળીયા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો જેથી ઉપરવાસ અને ગ્રામ્ય વિસ્તારો માં વધુ વરસાદના કારણે સિંહણ ડેમ ઓવરફ્લો થયો હતો જેથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170