/connect-gujarat/media/post_banners/ec9f2fe3d436662826609f6ced5eeba6b31d6b0f973f6e7cf664652e41b7d793.jpg)
અમદાવાદના સોલા વિસ્તારમાં સ્થાપિત ગણેશજીણી પ્રતિમાનું ઇકોફ્રેન્ડલી રીતે ઘર આંગણે જ વિસર્જન કરવામાં આવ્યું હતું દુંદાળા દેવ ગણપતિ બાપ્પા બિરાજમાન થયા બાદ હવે તેમની ભક્તિભાવપૂર્વક વિદાય થઈ રહી છે પણ હવે પર્યાવરણને નુકશાન ન થાય તે માટે અનેક લોકો ભગવાન ગણેશની ઇકોફ્રેન્ડલી માટીની પ્રતિમાની સ્થાપના કરે છે ત્યારે અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં રહેતા પંકજ પટેલના ઘરે આજે શ્રીજીની વાજતે ગાજતે વિદાય થઈ હતી. વિદાય આપતા પહેલા વિધિ વિધાન સાથે આરતી કરવામાં આવી હતી ત્યારબાદ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ અને ઢોલ નગારા સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી હતી.પર્યાવરણના જતનના હેતુસર શ્રીજીની પ્રતિમાનું ઘરે જ વિસર્જન કરવામાં આવ્યું હતું.ભક્તો દ્વારા ભગવાન ગણેશને ભાવભીની વિદાય આપવામાં આવી હતી