/connect-gujarat/media/post_banners/2a9e273b762fbdb69892812d8c75abd75b99b9bd15d68e63443f3d2faa265807.webp)
અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ચાર જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. કેમિકલના જથ્થામાં લાગેલી આગને ફાયરબ્રિગેડની ટીમે બે કલાકની જહેમત બાદ કાબુમાં લીધી હતી. સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, વટવા જીઆઇડીસમાં સ્થિત F1 પ્લોટ નંબર 12/14, હિંદ પ્રકાશ ગોડાઉનની સામે અનાર કેમિકલ નામની કંપનીમાં આગ લાગી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. સૌપ્રથમ બે ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, કેમિકલના જથ્થામાં આગ લાગી હોવાની માહિતી હતી, જેના કારણે વધુ બે ગાડીઓ મોકલવામાં આવી હતી. કુલ ચાર જેટલી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી. શોર્ટ સર્કિટના કારણે ગોડાઉન પાસે આવેલા કેબિનમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.