અમદાવાદ: 100થી વધુ ફિલ્મી કલાકારો સાથે નવરાત્રી મહોત્સવનું કરાયું આયોજન, જુઓ કોણ કોણ જોડાયું.!

ગુજરાતીઓની ઓળખ અને સૌથી પ્રિય તહેવાર નવરાત્રિ મહોત્સવ હાલ તેના પૂરા રંગમાં જોવા મળી રહ્યો છે

New Update
અમદાવાદ: 100થી વધુ ફિલ્મી કલાકારો સાથે નવરાત્રી મહોત્સવનું કરાયું આયોજન, જુઓ કોણ કોણ જોડાયું.!

અમદાવાદ ખાતે ગરબા સેલિબ્રેશન વિથ સેલેબ્રિટિસમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી 100થી વધુ પ્રતિભાઓએ એક સાથે ગરબે ઘૂમી નવલી નવરાત્રિની યાદગાર ઉજવણી કરી હતી.

Advertisment

ગુજરાતીઓની ઓળખ અને સૌથી પ્રિય તહેવાર નવરાત્રિ મહોત્સવ હાલ તેના પૂરા રંગમાં જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 100થી વધુ ચહેરાઓ એક સાથે નવરાત્રિની અનોખી અને યાદગાર ઉજવણી કરતા હોય તેવા ભવ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. જાણીતા પ્રોડ્યુસર, જેન્કોક ફિલ્મ્સના વૈશલ શાહ અને એફએટીસી એન્ટરટેનમેન્ટના અવની સોની અને કુણાલ સોની દ્વારા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના 100થી વધુ જાણીતા ચહેરાઓને એક સાથે ગરબે ઘૂમતા જોવાના ભવ્ય અવસરને "ગરબા સેલિબ્રેશન વિથ સેલેબ્રિટિસ"ના આયોજન સાથે સાકાર કરવામાં આવ્યું હતુ.અમદાવાદમાં આવેલા આરવ ફાર્મ ખાતે "શેરી ગરબા ગરબા સેલિબ્રેશન વિથ સેલેબ્રિટિસ"નું આયોજન કરવામાં આવ્યું હતું

Advertisment