અમદાવાદ: નવરાત્રી પર્વનો શહેરીજનોમાં ઉત્સાહ; ચણિયાચોળી બજારમાં જોવા મળી ભારે ભીડ

અમદાવાદ વાસીઓમાં નવરાત્રીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ચણિયાચોળી બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.

New Update
અમદાવાદ: નવરાત્રી પર્વનો શહેરીજનોમાં ઉત્સાહ; ચણિયાચોળી બજારમાં જોવા મળી ભારે ભીડ

આજથી જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ એટ્લે નવરાત્રીની શરૂઆત થઈ છે. ત્યારે અમદાવાદ વાસીઓમાં નવરાત્રીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ચણિયાચોળી બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.

ગુજરાતમાં ચણિયાચોળી માટે પ્રખ્યાત સ્થળ એટ્લે અમદાવાદનું લો-ગાર્ડન.. જ્યાં અલગ અલગ પ્રકારની વેરાયટી જોવા મળી રહી છે. તો ક્યાકને ક્યાક આ વર્ષે સરકાર દ્વારા આપવામાં આવેલી પરવાનગીથી વેપારી વર્ગ અને ગરબા રસીયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બજારમાં ચણિયાચોળીની ખરીદી કરવા લોકોની ભારે ભીડ જોવા મળી છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષથી નવરાત્રી ન થતી હોવાથી લો ગાર્ડનના વેપારી વર્ગમાં નિરાશા જોવા મળી હતી પરંતુ આ વર્ષે સરકાર દ્વારા શેરી ગરબાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે ગ્રાહક પણ ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે.

નવરાત્રી મહોત્સવની મંજૂરી મળતા જ ગરબા રસિયા પોતાની સોસાયટી કે આજુબાજુમાં ભારે ઉત્સાહથી ગરબા કરવાની તૈયારી દર્શાવી છે. જોકે, બજારમાં ચણિયાચોળીની વેરાયટી પણ જોવા મળતા ખુશી વધુ જોવા મળી રહી છે.

Latest Stories