/connect-gujarat/media/post_banners/05877a39df71a2e0b1be69672ca2237e3f8ac50849367174fc68a38f10ea5309.webp)
અમદાવાદ કુખ્યાત બુટલેગર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. બુટલેગર વિજ્જુ સિંધી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિજુ સિંધી સામે આ નોટિસ જાહેર કરવામાં આવી છે
સ્ટેટ મોનીટરીંગ સેલે થોડા મહિના અગાઉ ગુજરાતના લિસ્ટેડ બુટલેગર નાગદાન ગઢવી ગુરૂગ્રામથી ઝડપી લીધો હતો. જેના પાસેથી અન્ય એક બુટલેગર વિનોદ સિંધી ઉર્ફે વિજુ સિંધીની સાથે મળીને તેણે ગુજરાતમાં ફેલાવેલા દારૂના નેટવર્કને લગતી અનેક ચોંકાવનારી વિગતો મળી હતી. આ ઉપરાંત નાગદાન ગઢવી અને ગુજરાતના સૌથી મોટા બુટલેગર વિનોદ સિંધી ઉર્ફે વિજુ વચ્ચે થયેલા આર્થિક વ્યવહારો મળી આવ્યા હતા. જેથી એક વિશેષ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી સમગ્ર ગુજરાતમાં કરોડોનો દારૂ નું નેટવર્ક ચલાવનાર વિનોદ સિંધી ઉર્ફે વિજુ સિંધી સામે ઘણા ગુના નોંધાયેલા છે. ભૂતકાળમાં અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં કરોડોનો દારૂ ઠાલવવા વિજુ દુબઈ ભાગી ગયો હોવાની ચર્ચા છે.