Connect Gujarat
ધર્મ દર્શન 

અમરેલી : જલારામ જયંતીની ઉજવણીના ભાગરૂપે નીકળી શોભાયાત્રા, ભજન-સંગીતના તાલે લોકો ઝૂમી ઉઠ્યા

દેને કો ટુકડો ભલો, લેને કો હરીનામ”ના પ્રણેતા સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ શોભાયાત્રા

X

અમરેલી જિલ્લા રઘુવંશી સમાજ દ્વારા જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા અમરેલી શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. સમગ્ર સૌરાષ્ટ્રની જેમ અમરેલી શહેર અને જિલ્લામાં પણ "દેને કો ટુકડો ભલો, લેને કો હરીનામ"ના પ્રણેતા સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ શોભાયાત્રામાં લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય વિરજી ઠુમ્મર, કોંગ્રેસ આગેવાનો સહિત મોટી સંખ્યામાં જલારામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

ડોક્ટર જીવરાજ મહેતા ચોક ખાતે જલારામ બાપાની શોભાયાત્રા આવી પહોંચતા ભક્તોએ મીઠા આવકાર સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. આ સાથે જ શોભાયાત્રામાં હાજર મહિલાઓ, યુવતીઓ સહિત સૌકોઈ ભજન સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. રઘુવંશી સમાજના પ્રમુખ જીતુ ગોળવાળા સહિત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલ સુંદર કાર્ય બદલ લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. અમરેલીમાં સંત શિરોમણી પૂ. જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે ઉમંગ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

Next Story