અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોરંગી ગામમાં હિન્દુ ધર્મના મહાપર્વ જન્માષ્ટમી નિમિત્તે મારુતિ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે શોભાયાત્રા દરમ્યાન હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પણ દર્શન થયા હતા. કોરોનાની ગાઈડલાઈન જાળવી રાખી મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા શરબત અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં નાના કાનુડા માટે માખણની વ્યવસ્થા કરી મટકી ફોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ગામના સ્થાનિકો સહીત આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે જન્માષ્ટમીના પાવન પર્વે મોરંગી ગામમાં હિન્દુ-મુસ્લિમ ભાઇચારાનું ઉદાહરણ જોવા મળ્યું હતું.
અમરેલી : રાજુલાના મોરંગી ગામમાં જન્માષ્ટમીની કોમી એખલાસથી ઉજવણી...
મારુતિ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે શોભાયાત્રા દરમ્યાન હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પણ દર્શન થયા
New Update