સુરેન્દ્રનગર: વડગામમાં અતૂટ શ્રદ્ધા સાથે ઉજવાતી વર્ષો જૂની પરંપરા,નવા વર્ષે ગોવાળો પાછળ ગાયોને દોડાવવાની પ્રથા

વડગામમાં સમસ્ત ગ્રામજનો બેસતા વર્ષે ગામના પાદરે એકઠા થઇ ગાયોને દોડાવે છે.અને ઢોલ નગારાના તાલે તેમજ ફટાકડા ફોડીને ગાયોને દોડાવવામાં આવે છે....

New Update
  • સુરેન્દ્રનગરના વડગામમાં અતૂટ શ્રદ્ધાના દર્શન 

  • નવા વર્ષના પ્રારંભે યોજાય છે ગાયોની દોડ 

  • ગાયો સાથે ગોવાળો પણ દોડે છે દોડમાં 

  • ઢોલ નગારા અને ફટાકડા ફોડીને ગાયોને દોડાવવામાં આવે છે 

  • મહિલાઓ કરે છે ગાયનું પૂજન અને ગોવાળોનું સન્માન 

સુરેન્દ્રનગર જિલ્લાના દશાડ તાલુકાના વડગામની વર્ષો જૂની પરંપરા આજે પણ ધબકતી  રહી છે.ગ્રામજનો દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે ગોવાળો સાથે ગાયોને દોડાવીને  અનોખી પ્રથા ઉજવવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના દશાડ તાલુકાના વડગામના ગ્રામજનોએ આજે પણ વર્ષો જૂની અતૂટ શ્રદ્ધાની પરંપરાને જીવંત રાખી છે,નવા વર્ષના પ્રથમ દિવસે ગાયો દોડાવવાની વર્ષો જૂની પરંપરા છે.વડગામમાં સમસ્ત ગ્રામજનો બેસતા વર્ષે ગામના પાદરે એકઠા થઇ ગાયોને દોડાવે છે.અને ઢોલ નગારાના તાલે તેમજ ફટાકડા ફોડીને ગાયોને દોડાવવામાં આવે છે,જ્યારે ગાયોની સાથે સાથે ગોવાળો પણ દોડ છે અને દોડ પૂર્ણ થયા બાદ મહિલાઓ દ્વારા ગોવાળો અને ગાયોને તિલક કરી સન્માન કરવામાં આવે છે.
આ પ્રસંગે સમસ્ત ગ્રામજનો સાથે આસપાસનાં ગામો માંથી પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.કહેવાય છે કે ગાયોની દોડ જોખમી હોવા છતાં આજ દિન સુધી એક પણ વાર કોઇ અકસ્માત સર્જાયો નથી,જેને ગ્રામજનો ભગવાનના આશિર્વાદ માને છે અને તેથી આ પરંપરામાં આજે પણ લોકોને અતુટ શ્રધ્ધા રહેલી છે.
Latest Stories