Connect Gujarat
ધર્મ દર્શન 

અંકલેશ્વર: મરાઠી સમાજ દ્વારા ગુડી પડવાના પર્વની શ્રદ્ધાભેર ઉજવણી, ભગવાન રામ સાથે જોડાયેલી છે કથા

મરાઠી સમાજ દ્વારા ગુડીનું પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતુ.

X

મહારાષ્ટ્રીયન સમાજના મહત્વના પર્વ ગુડી પડવાની અંકલેશ્વરમાં ઉજવણી કરવામાં આવી હતી. મરાઠી સમાજ દ્વારા ગુડીનું પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતુ. ભગવાન શ્રી રામે વાલીનો વધ કરી મેળવેલ વિજયની લોકોએ ધજા રોપી ઉજવણી કરી હતી ત્યારથી આ ઉત્સવ મનાવવામાં આવે છે.

મહારાષ્ટ્રીયન સમાજનુ આજથી નવુ વર્ષ શરૂ થાય છે. ધંધા રોજગાર ક્ષેત્રે અત્રે ઠરીઠામ થયેલા અનેક મહારાષ્ટ્રીયન પરિવારોએ અંકલેશ્વરમાં ભક્તિ ભાવ પૂર્વક ગુડી પડવાના પર્વની પરંપરાગત ઉજવણી કરી હતી.

Next Story