/connect-gujarat/media/media_files/2025/05/03/x5UW5LAf6okQ5ohFBHhl.jpeg)
અખિલ બ્રહ્માંડના નાથ અગસ્તિના આરાધ્ય ભગવાન લક્ષ્મીનારાયણ વૈકુંઠ મંદિરમાં રહેવા પધાર્યા છે
ત્યારે આ શુભ અવસરે અંકલેશ્વર શહેરના ભરૂચિ નાકા વિસ્તારની અગસ્તિ શૈશવ શાળા નજીક આવેલ જગન્નાથ મંદિરેથી ભાવપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અગસ્તિ ભારતવર્ષ શાળા સુધી ભવ્ય શોભાયાત્રા યોજાય હતી.
/connect-gujarat/media/media_files/2025/05/03/LXF67QRx6lKfNmo9eQzU.jpeg)
અગસ્તિ ભારતવર્ષ સુધી ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે ભગવાનનો સ્વાગતોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. એટલું જ નહીં, શોભાયાત્રામાં હાથી, ઢોલ-નગારા, લેઝીમ, સ્તુતિ કરતા બાળકોએ લોકોમાં વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ અવસરે અગસ્તિ શૈશવ શાળાના પ્રમુખ રાહુલ ભારતે પ્રભુ સૌ પર કૃપા વરસાવે તેવી પ્રાર્થના કરી હતી.