શિવમય શ્રાવણનો પ્રથમ દિવસ
નાગેશ્વર ધામમાં ગુંજ્યો શિવનો નાદ
નાગેશ્વર મહાદેવના દર્શન માટેનો થનગનાટ
વહેલી સવારથી જ ભક્તોની લાગી લાંબી કતાર
મહાદેવજીના દર્શનથી ભક્તોએ અનુભવી ધન્યતા
દ્વારકા જિલ્લાના 12 જ્યોતિર્લિંગ પૈકીના એક નાગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ દિવસથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.અને નાગેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
દ્વારકા જિલ્લાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આજે શ્રાવણ માસની શરૂઆત થતાં ભક્તો ભોળાનાથના દર્શન માટે ઉમટ્યા હતા.નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.અને ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.નાગેશ્વર ખાતે ભગવાન ભોળાનાથની 85 ફૂટ ઉંચી પ્રતિમા છે.આ મંદિરનું નિર્માણ પ્રસિદ્ધ સંગીતકાર સ્વ.ગુલશન કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
અહીં નાગેશ્વર ખાતે નાગ નાગણીના જોડા ચડાવવાનો વિશેષ મહિમા છે.શ્રાવણ માસમાં ખાસ ભક્તો ભારત ભરમાંથી આ 12 જ્યોતિર્લિંગ પૈકીના એક એવા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે અહીં ભક્તો શ્રદ્ધા ભાવ સાથે દર્શને આવે છે,અને દર્શન માત્રથી મનુષ્ય જીવનું કલ્યાણ થાય છે. તેમજ શ્રાવણ માસમાં પૂજાનું વિશેષ મહત્વ છે,ત્યારે દર્શને આવતા ભક્તો અહીં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે.
નાગેશ્વર મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ હિન્દુ શિવ મંદિર છે.તે દ્વાદશ 12 જ્યોતિર્લિંગમાનું એક છે.નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે.ત્યારે શ્રાવણ માસમાં જ્યોતિર્લિંગના દર્શનનું પણ અનેરું મહત્વ છે.ત્યારે શિવભક્તો નાગેશ્વર ધામના દર્શન કરીને મનની શાંતિ સાથે ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.