પૌરાણિક રામકુંડ ખાતે નવા વર્ષની કરાય ઉજવણી
બેસતા વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકૂટનું આયોજન કરાયું
વિવિધ પ્રકારની વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ભરાયો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ પૌરાણિક રામકુંડ ખાતે નવા વર્ષ એટલે કે બેસતા વર્ષના દિવસે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ પ્રકારની વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. જેના દર્શનનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
રામકુંડ તીર્થએ ભરૂચ જિલ્લા અંકલેશ્વર શહેરના હાંસોટ માર્ગ પર આવેલ ધરોહર છે. રામકુંડ પૌરાણીક ઇતિહાસ સાથે સંકળાયેલ છે. રામકુંડને તીર્થ રામકુંડ એટલા માટે કહેવામાં આવે છે કે, ભગવાન રામ જાનકી સાથે અહીં પધાર્યા હોવાની પૌરાણિક માન્યતા રહેલી છે. ગુજરાતીઓ નવા વર્ષના પ્રથમ દિવસે મંદિરોમાં જઈ તેમના દિવસ અને નવા વર્ષની શરૂઆત કરે છે. નવા વર્ષ નિમિત્તે મંદિરોમાં અન્નકૂટનો પણ ખાસ શણગાર કરવામાં આવશે,
ત્યારે આજે વિક્રમ સંવત 2080ના નવા વર્ષના પ્રથમ દિવસે ભવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ પૌરાણિક રામકુંડ ખાતે કરવામાં આવ્યું હતું. રામકુંડના મહંત ગંગાદાસ બાપુના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારની વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન અને પ્રસાદીનો લાભ લીધો હતો. આ સાથે જ નવી આશા અને ઉમંગ સાથે નગરજનોને રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા મંગલમય શુભકામનાઓ પાઠવવામાં આવી હતી