ભાદરવો મહિનો શરૂ થયો છે. શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો યોજાયો છે. જેની શરૂઆત આજથી એટલે કે સોમવારથી શરુ થયો છે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે માતાજીનો રથ ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો છે. આ મહામેળો 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. ભાદરવી પૂનમના દિવસે લાખો ભક્તો અંબાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તંત્ર દ્વારા પણ ભાદરવી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને સુરક્ષાથી લઈને દરેક પ્રકારની વ્યવસ્થાઓ કરી છે.
અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં ગુજરાત સહિત દેશની વિવિધ જગ્યાઓથી ભક્તો અંબાજી આવે છે. લાખો ભક્તો ચાલીને પગપાળા સંઘ લઈને પણ આવે છે. આ દિવસોમાં બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર અંબાજી ગૂંજી ઉઠે છે. અંબાજી ગબ્બર અને અંબાજી મંદિર દર્શન કરવા ભક્તોનું કીડિયારું ઊભરાય છે.
અંબાજી ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન અંબાજી મંદિર તંત્ર દ્વારા ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી સમયમાં ફેરફાર કર્યા છે. મહામેળા દરમિયાન આ પ્રમાણેનો સમય રહેશે.