અંકલેશ્વર : મહાશિવરાત્રિએ શિવભક્તો માટે બાલાજી સેવા સમિતિનું આયોજન, આદિયોગીની અનોખી પ્રતિમાનું નિર્માણ...

8મી માર્ચના રોજ મહાશિવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવા શિવભક્તો આતુર બન્યા

New Update
અંકલેશ્વર : મહાશિવરાત્રિએ શિવભક્તો માટે બાલાજી સેવા સમિતિનું આયોજન, આદિયોગીની અનોખી પ્રતિમાનું નિર્માણ...

જીતાલી નજીક આવેલ ગાર્ડન સિટી ખાતે આયોજન

બાલાજી સેવા સમિતિ દ્વારા કરાયું ભવ્ય આયોજન

મહાશિવરાત્રિ નિમિત્તે આદિયોગીની પ્રતિમાનું નિર્માણ

વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શિવરાત્રિ પર્વ યોજાશે

બાલાજી સેવા સમિતિ દ્વારા શિવભક્તોને આમંત્રણ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલ ગાર્ડન સિટી ખાતે બાલાજી સેવા સમિતિ દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવજીને આદિયોગી અથવા પ્રથમ યોગી તરીકે ગણવામાં આવે છે. આદિયોગી યોગનો સ્ત્રોત હતા, જેમણે સમગ્ર માનવજાતને પોતાની મર્યાદાઓ પાર કરવાની સંભાવના પ્રદાન કરી હતી.

તા. 8મી માર્ચના રોજ મહાશિવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવા શિવભક્તો આતુર બન્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ગાર્ડન સિટી સ્થિત સી-2 કોમન પ્લોટ પર બાલાજી સેવા સમિતિ દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે આદિયોગી જેવી જ આબેહૂબ મહાદેવજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં શોભાયાત્રા, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જે કાર્યક્રમોનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને બાલાજી સેવા સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Latest Stories