New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
શ્રાવણ માસ નિમિત્તે આયોજન
મહાદેવ પર કરાયો જળાભિષેક
કાવડયાત્રીઓ દ્વારા જળાભિષેક કરાયો
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
અંકલેશ્વરના કોસમડી ગામ પાસે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ અને કલ્યાણેશ્વર મહાદેવને ઝઘડિયાના મઢી ઘાટથી કાવડમાં નર્મદા નદીનું પવિત્ર જળ ભરી જળાભિષેક કરવામાં આવ્યો હતો.
દર વર્ષે અંકલેશ્વરની કોસમડી ગામની ગોપાલ નગર અને સિદ્ધેશ્વર સોસાયટી સહિતના ભાવિક ભક્તો કાવડ યાત્રાનું આયોજન કરે છે.અને ઝઘડિયાના મઢી ઘાટ ખાતેથી પવિત્ર નર્મદા નદીનું જળ કાવડમાં ભરી સિદ્ધેશ્વર મહાદેવ અને કલ્યાણેશ્વર મહાદેવને જળાભિષેક કરી ધન્યતા અનુભવે છે.ત્યારે આજરોજ વહેલી સવારે કાવડ યાત્રા નીકળી હતી અને મઢી ઘાટ ખાતે 150 દીવડા પાવન સલીલા માં નર્મદાને અર્પણ કરી પવિત્ર નર્મદાનું જળ કાવડમાં ભરી સિદ્ધેશ્વર મહાદેવ અને કલ્યાણેશ્વર મહાદેવને જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
Latest Stories