અંકલેશ્વર : મહાશિવરાત્રી નિમિત્તે 11 ફૂટ ઊંચા નંદી પર નીકળશે શિવ પરિવારની શાહી સવારી...

14 ફૂટ પહોળી અને 11 ફૂટ ઊંચી નંદીની પ્રતિમા પર ભગવાન શિવ, માતા પાર્વતી, પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે નારદજીની શાહી સવારી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે

New Update
અંકલેશ્વર : મહાશિવરાત્રી નિમિત્તે 11 ફૂટ ઊંચા નંદી પર નીકળશે શિવ પરિવારની શાહી સવારી...

મહાશિવરાત્રી નિમિત્તે SYG ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન

11 ફૂટ ઊંચા નંદી પર શિવ પરિવારની શાહી સવારી

શિવજીની શાહી સવારી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે

સવારીમાં પ્રત્યક્ષ શ્રદ્ધાળુને પંચમુખી રુદ્રાક્ષની ભેટ અપાશે

શિવજીના 11 રુદ્ર અવતારની વિશેષ ઝાંખી તૈયાર કરાય

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં મહાશિવરાત્રી નિમિત્તે SYG ગ્રુપ દ્વારા ભરૂચિ નાકાના રત્નેશ્વર મહાદેવથી ગડખોલ વિસ્તારના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સુધી 11 ફૂટ ઊંચા નંદી પર શિવ પરિવારની શાહી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં મહાશિવરાત્રી નિમિત્તે ભરૂચિ નાકા વિસ્તાર સ્થિત રત્નેશ્વર મહાદેવ મંદિરથી ગડખોલ વિસ્તાર સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સુધી 11 ફૂટ ઊંચા નંદી પર શિવ પરિવારની શાહી સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

14 ફૂટ પહોળી અને 11 ફૂટ ઊંચી નંદીની પ્રતિમા પર ભગવાન શિવ, માતા પાર્વતી, પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે નારદજીની શાહી સવારી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. 800 કિલો વજનની આ પ્રતિમા સાથેની સવારી સાંજે 5:00 કલાકે 5 કિલોમીટરના રૂટ પર ફરી ગડખોલની સિદ્ધેશ્વરી સોસાયટી સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે. SYG ગ્રુપ તરફથી શિવજીની સવારીમાં સામેલ થનાર પ્રત્યક્ષ શ્રદ્ધાળુને પંચમુખી રુદ્રાક્ષ આપવામાં આવશે. આ ઉપરાંત શિવભક્તો માટે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવના 11 રુદ્ર અવતારની વિશેષ ઝાંખી પણ તૈયાર કરવામાં આવી છે. જેના પણ તમામ ભક્તો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકે છે.

Latest Stories