પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં “ધ્વજા પૂજા”નું અનેરું માહાત્મ્ય

સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયા બાદ ટ્રસ્ટના તત્કાલીન અધ્યક્ષ અને જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ જામસાહેબ દ્વારા તા. 13મે 1965ના રોજ મધ્યાહને 12:30 કલાકે કૌશેય ધ્વજા રોપણ કરવામાં આવ્યું હતું.

author-image
By Connect Gujarat Desk
New Update
Advertisment

શ્રાવણમાં સોમનાથ મહાદેવના દર્શનનો અનેરો મહિમા

Advertisment

સોમનાથ મહાદેવને ધ્વજા ચઢાવવાનું અનેરું માહાત્મ્ય

મંદિરની ધ્વજા બનાવી સ્થાનિક બેહનો બની આત્મનિર્ભર

મંદિરના પુનઃનિર્માણ બાદ કૌશેય ધ્વજાનું થયું હતું રોપણ

યશકિર્તિઆયુષ્યની વૃદ્ધિ માટે ધ્વજા પૂજનનું મહત્વ

શ્રાવણ માસમાં ઉમટી પડે છે શિવભક્તોનો જનસાગર

ભોળા શિવની ભક્તિના પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શને લાખોની સંખ્યામાં શિવભક્તો આવતા હોય છે. અહી ભક્તોની સૌથી પ્રિય પૂજા એટલે સોમનાથ મહાદેવને ધ્વજા ચડાવવાની પૂજા છેત્યારે અગાઉના વર્ષ કરતા વધુ ધ્વજા પૂજા નોંધાવવાની સંભાવનાને ધ્યાને લઇ ટ્રસ્ટ દ્વારા આગવી તૈયારીઓ કરી મોટી સંખ્યામાં ધ્વજા પૂજા થઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisment

પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને ધ્વજા ચઢાવવાનું અનેરું માહાત્મ્ય રહેલું છે. સોમનાથ ટ્રસ્ટ ભાવિકોને પ્રેમપૂર્ણ આતિથ્ય અને ઉત્તમ દર્શન અનુભવ આપવાના ધ્યેય સાથે કાર્યરત છેત્યારે ટ્રસ્ટે શ્રાવણ માસમાં આવનાર શિવભક્તો માટે ઉત્તમ દર્શન વ્યવસ્થા તેમજ મંદિર પરિસરમાં આવેલ સંકીર્તન ભવન ખાતે સુચારુ ધ્વજા પૂજન કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. આ કામ માટે ટ્રસ્ટ દ્વારા અલાયદો સ્ટાફ પણ મુકવામાં આવ્યો છે. પૂજન સામગ્રી અને અનુસાંગિક વ્યવસ્થાઓ સહિતની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર માટેની ધ્વજાઓ સ્થાનિક મધ્યમ વર્ગીય મહિલાઓ પાસે નિર્માણ કરાવવામાં છે. હાલમાં સ્થાનિક મહિલાઓ ધ્વજાનું નિર્માણ કરી રોજગાર મેળવીને આત્મનિર્ભર બની છે. 3 પેઢીથી બહેનો ધ્વજા નિર્માણનું કાર્ય કરીરહી છે. મંદિરના મહંતે જણાવ્યુ હતું કેધ્વજા નિર્માણ એ માત્ર કામ નહીંપરંતુ શિવની સાધના છેઅને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સ્થાનિક રોજગારને પ્રોત્સાહન આપીને તીર્થનો કાયાકલ્પ કરવાનો આ એક સંકલ્પ સમાન છે.

ધ્વજા પૂજા ભક્તોનું કલ્યાણ કરવાની સાથે તેમના પિતૃઓને સદ્દગતિ આપે છે. ધ્વજા પૂજા કરવાથી ભક્તની યશકીર્તિ અને આયુષ્યમાં વૃદ્ધિ થતી હોવાનું કહેવાય છે. ધ્વજાને કેતુ સ્વરૂપ પણ માનવામાં આવે છે. તેથી જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ ધ્વજા પૂજા અતી મહત્વની અને પુણ્યદાયક માનવામાં આવે છે.

સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયા બાદ ટ્રસ્ટના તત્કાલીન અધ્યક્ષ અને જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ જામસાહેબ દ્વારા તા. 13મે 1965ના રોજ મધ્યાહને 12:30 કલાકે કૌશેય ધ્વજા રોપણ કરવામાં આવ્યું હતું.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની ધ્વજા એકંદરે 21 મીટરની હોય છે. જેમાં મહાદેવનું ત્રિશૂળ અને નંદીજી બિરાજમાન હોય છે. આ ધ્વજા મંદિરના મુખ્ય શિખર પર 155 ફૂટની ઉંચાઈ પર ફરકાવવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા તાલીમ અપાયેલ કર્મચારીઓ શિખરથી નીચે સુધી બંધાયેલ દોરડા અને સેફ્ટી બેલ્ટ સાથે શિખર પર ચડીને ધ્વજા રોહણ કરે છે.

ભક્તો પોતાના હાથે ધ્વજા શિખર પર ચઢાવી શકે તે માટે ટ્રસ્ટ સ્વહસ્ત ધ્વજા રોહણ સેવા આપે છે. જેમાં ભક્તો ધ્વજને પાત્રમાં મુકીને દોરડા વડે ઉચ્ચાલન કરી ધ્વજાને શિખર સુધી પહોંચાડવાનો લ્હાવો લઈ શકે છેજેથી પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે ધ્વજા પૂજા માટે શિવભક્તોનો જનસાગર ઉમટી પડે છે.

Latest Stories