ભરૂચના તવરા પાંચ દેવી મંદિરે આસો નવરાત્રી દુર્ગાષ્ટમીની ઉજવણી કરાઈ

તવરા ગામે આહીર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ શ્રી પાંચ દેવી મંદિર કે જેમાં ખોડીયાર માતાજી,મહાકાળી માતાજી,સિંધવાઈ માતાજી,મેલડી માતાજી,મોગલ માતાજી આમ આ એક જ મંદિરમાં પાંચ માતાજી એક સાથે જ  બિરાજમાન છે.

New Update
Panch Devi Mandir Tavra
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે આહીર સમાજ દ્વારા શ્રી પાંચ દેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે,આ મંદિરમાં આસો નવરાત્રીના પર્વ સાથે દુર્ગાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આહીર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ શ્રી પાંચ દેવી મંદિર કે જેમાં ખોડીયાર માતાજી,મહાકાળી માતાજી,સિંધવાઈ માતાજી,મેલડી માતાજી,મોગલ માતાજી આમ આ એક જ મંદિરમાં પાંચ માતાજી એક સાથે જ  બિરાજમાન છે.અહીં દરરોજ સાંજ સવાર એક સાથે પાંચ માતાજીની આરતી કરવામાં આવે છે.પાંચ દેવી મંદિરે આસો નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના  જવારાનું  સ્થાપન કરવામાં આવ્યું હતું
અને 10 દિવસ પૂજન અર્ચન કર્યા બાદ દસમા દિવસે માતાજીના જવારાને નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે છે.ત્યારે આસો નવરાત્રીના દસ દિવસ માતાજીના મંદિરે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.આસો નવરાત્રીના આઠમના દિવસે માતાજીના પટાંગણમાં હવન, મહા આરતી,રાસ ગરબા અને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન અર્થે ઉમટી પડ્યા હતા.
Latest Stories