ભાદરવી પૂનમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર,દંડવત્ અને પદયાત્રા કરી માઈભક્તો માં અંબાના દ્વારે પહોંચ્યા

6 દિવસમાં 15 લાખ 9 હજાર પ્રસાદના પેકેટનું વિતરણ અને 216 ગ્રામ સોનાનું દાન મળ્યું

ભાદરવી પૂનમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર,દંડવત્ અને પદયાત્રા કરી માઈભક્તો માં અંબાના દ્વારે પહોંચ્યા
New Update

આજરોજ ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ હતુ ત્યારે તંત્ર દ્વારા વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી હતી હિન્દુ શાસ્ત્રમાં ભાદરવી પૂનમનું ખૂબ જ મહત્વ હોય છે. તેવામાં અંબાજીના આંગણે યોજાઇ રહેલ ભાદરવી પૂનમના મહામેળાનો આજે અંતિમ દિવસ છે ત્યારે અંતિમ દિવસે લાખો ભક્તો મા જગદંબાના દર્શનાર્થે ઉમટ્યા હતા..

અત્યાર સુધી લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી દૂર દૂરથી ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ હતું.6 દિવસમાં 39 લાખથી વધુ માઈભક્તોએ મા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 6 દિવસમાં 15 લાખ 9 હજાર પ્રસાદના પેકેટનું વિતરણ અને 216 ગ્રામ સોનાનું દાન મળ્યું હતું.તેમજ 56 હજાર ચીક્કી પેકેટનું વિતરણ અને 2 હજારથી વધુ ધજાઓનું ધ્વજારોહણ થયું હતું. 

#GujaratConnect #Ambaji Melo #ભાદરવી પૂનમ #અંબાજી #Bhadravi Poonam #Bhadravi Poonam fair #અંબાજી પદયાત્રા #શક્તિપીઠ અંબાજી #અંબાજી મેળો #Ambaji Mandir
Here are a few more articles:
Read the Next Article