/connect-gujarat/media/post_banners/0ae9e0b63b4727546475cb150064d64310d1f0abc933c10715e77a3dfea390df.jpg)
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના શ્રીકોઠી ગામે આવેલા તપેશ્વર હનુમાનજી મંદિરે આજરોજ હનુમાન જન્મોત્સવ પ્રસંગે હનુમાન ચાલીસાનું 108 વાર પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદના પંકજ પંચાલના સુમધુર કંઠે અને તેમના ગાયક કલાવૃંદ દ્વારા ગણેશ વંદના બાદ સંગીતના તાલે હનુમાન ચાલીસા ગાવામાં આવી હતી. સંગીતના તાલે હનુમાન ચાલીસા ગવાતા લોકો ભક્તિમાં તરબોળ બની ધન્ય બન્યા હતાં. જેમાં ગાયક કલાકાર તેમજ તેમના કલાવૃંદના સભ્યોનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. હનુમાન ચાલીસાના 108 પાઠ મોડી રાત સુધી ચાલ્યા હતા. હનુમાન જન્મોત્સવ પ્રસંગે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.