Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ: લોકસભાની ચૂંટણીમાં 15.56 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ, આચાર સંહિતના અમલ શરૂ

X

લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર

ગુજરાતમાં તારીખ 7 મેના રોજ મતદાન પ્રક્રિયા

ભરૂચ ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ

આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ

મતદારોની સંખ્યમાં 1.57 લાખનો વધારો થયો

સમગ્ર દેશવાસીઓ જેની આતુરતાપુર્વક રાહ જોઇ રહયાં છે તેવી લોકસભાની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત કરવામાં આવી હતી. ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો 2019ની ચૂંટણીની સરખામણીએ મતદારોમાં 10 ટકાનો વધારો થયો છે 2019ની ચૂંટણીમાં 15,56,504 મતદારો નોંધાયેલાં હતાં અને 2024માં 5મી જાન્યુઆરીની સ્થિતિએ 17,13,731 મતદારો નોંધાયેલાં છે. છેલ્લા પાંચ વર્ષમાં મતદારોની સંખ્યામાં 1,57,227નો વધારો થયો છે.ભરૂચ લોકસભા બેઠકમાં ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા અને નર્મદા તથા વડોદરા જિલ્લાની એક- એક વિધાનસભા બેઠકનો સમાવેશ થવા જાય છે. ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, જંબુસર, વાગરા, દેડિયાપાડા અને કરજણ વિધાનસભા ભરૂચ લોકસભામાં આવે છે. ગત વર્ષે ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરીને મતદારયાદી અપડેટ કરવામાં આવી હતી.2024 માં ભરૂચ લોકસભા બેઠક પર 17,13,731 મતદારો નોંધાયેલાં છે.લોકસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં 1341મતદાન મથક 30 મહિલા સખી મતદાન મથકો, પાંચ મોડલ મતદાન મથક 5 દિવ્યાંગ મતદાન મથક, 5 ઇકો ફેન્ડલી મતદાન મથક, 5 યુવા પોલીસ અને 671 પરથી વેબકાસ્ટિંગ મથકો રાખવામાં આવનાર છે.. ઉલ્લેખનીય છે કે ચૂંટણીની તારીખ જાહેર થતા ની સાથે જ આજથી આચારસંહિતા લાગુ પડી જતાંની સાથે જ આજથી પદાધિકારીઓ સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે નહિ તથા વિકાસના કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ પણ થઇ શકશે નહિ. વિવિધ સ્થળોએ લાગેલા રાજકીય પક્ષોના બેનર્સ પણ કાઢવાની પ્રક્રિયા હાથ ધરાય હતી

Next Story