/connect-gujarat/media/post_banners/03389ad665013a1561cfd0df1be76e88c64ea7b75f3cecfaf68a920f3f86250f.jpg)
પાલિકા દ્વારા રૂ. 3 કરોડના ખર્ચે નિર્માણ પામશે માર્ગ
પાંચબત્તીથી શક્તિનાથ સુધીના માર્ગની કામગીરી શરૂ
માર્ગની કામગીરીમાં ગુણવત્તા સામે લોકોમાં ઉગ્ર રોષ
ભરૂચ શહેરના પાંચબત્તીથી શક્તિનાથ વિસ્તાર સુધીના જાહેર માર્ગ ઉપર અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન અને રોડની કામગીરીમાં ગોબાચારી થતી હોવાનો આક્ષેપ થયો છે. સ્થાનિક જાગૃત નાગરિકો અને વેપારીઓએ ભરૂચ પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી. એટલું જ નહીં, કામગીરી સ્થળ પર જવાબદાર અધિકારી મુકવામાં આવે તેવી માંગ પણ ઉઠાવી હતી. જોકે, આ કામગીરી માટે 3 કરોડ રૂપિયાના ખર્ચે ખાતમુર્હુત બાદ કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ આ કામગીરીમાં ગોબાચારી થતી હોય અને જૂની પાઇપ લાઇન નાખવા સાથે લેવલિંગ ન થતું હોવાના કારણે વરસાદી પાણી રિવર્સ આવી શકે અને પાલિકાના 3 કરોડ રૂપિયા પાણીમાં ન જાય તે માટે સ્થળ ઉપર જવાબદાર અધિકારીને મુકવામાં આવે તે માટે પાલિકા કચેરીમાં સીટી વગાડી અધિકારીઓને જગાડવાનો લોકોએ પ્રયાસ કર્યો હતો.