ભરૂચ : હાંસોટ APMCના પ્રમુખ તરીકે અનંત પટેલ અને ઉપપ્રમુખ તરીકે ઉમેદ પટેલની વરણી કરાય...

New Update
ભરૂચ : હાંસોટ APMCના પ્રમુખ તરીકે અનંત પટેલ અને ઉપપ્રમુખ તરીકે ઉમેદ પટેલની વરણી કરાય...

ભરૂચ જિલ્લાના હાંસોટ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિની પ્રથમ સભામાં પ્રમુખ તરીકે અનંત પટેલ અને ઉપપ્રમુખ તરીકે ઉમેદ પટેલની વરણી કરવામાં આવી છે.

Advertisment W3.CSS

ભરૂચ જિલ્લાના હાંસોટ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ ખાતે પ્રથમ સભા મળી હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે અનંત પટેલ અને ઇલાવ ગામના ઉમેદ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. હાંસોટ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવતા તેઓના ટેકેદારોએ ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા, ત્યારે પ્રમુખ અને ઉપ પ્રમુખે સભાસદોનો આભાર માન્યો હતો. આ સાથે જ હાંસોટ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિને લગતા કામોને પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. આ તકે હાંસોટ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના પ્રમુખ અને ઉપ પ્રમુખે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.