New Update
-
ભરૂચના હાંસોટમાં આવેલું છે પૌરાણિકધામ
-
કોટેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષે થાય છે મેળાનું આયોજન
-
દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટ્યા
-
મહાદેવને ઘીના કમળ અર્પણ કરાયા
-
યજ્ઞ- ભંડારાનું પણ આયોજન
ભરૂચના હાંસોટ તાલુકાના કોટેશ્વર મહાદેવ મંદિરે ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાના શિવ ભક્તોએ પગપાળા તથા વાહનો દ્વારા આવી કોટેશ્વર મહાદેવના દર્શન સાથે મેળો મહાલવાની મજા માણી હતી
ભરૂચના હાંસોટ તાલુકામાં મા નર્મદાના કિનારે આવેલા કોટેશ્વર ગામે કોટેશ્વર મહાદેવના પૌરાણિક મંદિરે ત્રણ દિવસના ભાતીગળ મેળાનું મહંત ગોપાળદાસ મહારાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અભિષેક,લઘુરૂદ્ર તથા દેશી ઘીના કમળના દર્શન તથા સંતવાણી ડાયરો અને કન્યા બટુક ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મેળામાં ભરૂચ જિલ્લાના શિવભક્તો મોટી સંખ્યામાં કોટેશ્વર મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતાં. ઘણા વર્ષોથી દર વર્ષે મેળાનો ઉત્સવ થતો હોય છે.
આ મંદિરની વિશિષ્ટતા છે કે નર્મદા પરિક્રમા કરનારા ભક્તો મંદિરે રાત્રિ રોકાણ કરે છે અને પછી અહીંથી થોડે આગળ જઈ હોડીમાં બેસીને નર્મદા પરિક્રમા પુરી કરવા સામે પાર જવું પડે છે.પરિક્રમા કરનારા ભક્તો ચતુર્માસ દરમિયાન અહીં રોકાય છે.
Latest Stories