New Update
-
આજે ચૈત્ર સુદ પૂનમ
-
હનુમાન જયંતીની ઉજવણી
-
ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
-
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
-
પવનપુત્ર હનુમાનજીના આશીર્વાદ ગ્રહણ કર્યા
આજરોજ ચૈત્ર સુદ પુનમ એટલે કે હનુમાન જયંતિના પર્વની ભરૂચ અંકલેશ્વરમાં અત્યંત ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં પ્રાચીન સમયથી પાવન સલીલા માઁ નર્મદા નદી કિનારે આવેલ રોકડીયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે મહાઆરતી, દર્શન, પૂજન અર્ચન અને અન્નકૂટ, મહાપ્રસાદી સહીતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તરફ સુપર માર્કેટ નજીક આવેલા સંકટ મોચન હનુમાન મંદિર, દાંડિયા બજાર સ્થિત કષ્ટભંજન હનુમાન મંદિર સહિત શહેરના વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા ચલિત હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
આ તરફ અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલા ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.હનુમાન જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને પવનપુત્ર હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના પુન ગામ નજીક આવેલ લાખા હનુમાનજી મંદિર ખાતે મારુતિ યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખા વણઝારા દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે.
અંકલેશ્વર તેમજ આસપાસના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા આ મંદિરે આવે છે અને લાખા હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. હનુમાન જયંતી નિમિત્તે યજ્ઞ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
Latest Stories