/connect-gujarat/media/post_banners/239682f814575fc437fb174c7e16854a52fc50d66d335fd1985bb6c7f62fb7b8.jpg)
ભરૂચમાં નવા વર્ષના પ્રારંભનાપહેલા દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી.માં અંબાના દર્શન કરી નવા વર્ષે ભગવાનના દર્શન કરી આ વર્ષ વધુ સારું રહે તેવી પ્રાર્થના કરી હતી મોટા અંબાજી જેટલું જ મહત્વ ધરાવતા અને 7 વર્ષ પેહલા 52 માં શક્તિપીઠનો દરજ્જો મેળવનાર ભરૂચના દાંડિયાબજાર સ્થિત 2065 વર્ષ પ્રાચીન અંબાજી મંદિરમાં નવા વર્ષના પ્રારંભ થતા ભક્તોએ માં અંબાના દર્શન અને પૂજા કરવાનો લહાવો લીધો હતો.નવા વર્ષના પહેલા દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી છે ત્યારે ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિરે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. નવા વર્ષના પ્રારંભમાં લોકોએ પોતાના દેવી-દેવતાઓના દર્શન કરવા માટે કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા. નવા વર્ષ પર, લોકોએ ભગવાનના દર્શ કર્યા અને આ વર્ષ વધુ સારું રહે તેવી શુભેચ્છાઓ માંગી હતી.