Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ: પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવી કંબોઈ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું

આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં બે વખત અભિષેક કરવા આવે છે જે નજારો અલોકિક હોય છે.

X

આજરોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર કાવી કંબોઈ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે શ્રવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે જંબુસરના કાવી કંબોઈ ખાતે આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું.આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં બે વખત અભિષેક કરવા આવે છે જે નજારો અલોકિક હોય છે.સમુદ્રમાં ભરતીના સમય પૂર્વે અહી વિશેષ પૂજન થાય છે અને ત્યાર બાદ ધીમે ધીમે સમુદ્ર શિવજીને પોતાનો આગોશમાં સમાવી લે છે.સોમવાર નિમિત્તે ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શ કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી.

Next Story