ભરૂચ: સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા કાવડયાત્રા યોજાય, કાવડયાત્રીઓ માં નર્મદાનું જળ લઈ રવાના

250થી વધુ કાવડયાત્રીઓ સુરતથી પગપાળા ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. અને પાવન સલીલા માં નર્મદાનું જળભરી અને સુરત જવા રવાના થયા હતા.માં નર્મદાનું જળ લઈ તેઓ સુરતના વિવિધ શિવાલોયોમાં શિવજીને અર્પણ કરશે.

New Update
પવિત્ર શ્રાવણ માસનો થશે પ્રારંભ
શ્રાવણ માસમાં કાવડયાત્રાનું અનેરું મહત્વ
સુરતના શિવ મિત્રમંડળ દ્વારા કાવડયાત્રા યોજાય
250થી વધુ કાવડયાત્રીઓ જોડાયા
માં નર્મદાનું જળ ભરી સુરત જવા રવાના
સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા કાવડયાત્રીઓ પગપાળા ભરૂચ પહોંચ્યા હતા અને પાવન સલીલા મા નર્મદાનું જળ લઈ સુરત ખાતે શિવજીને અર્પણ કરવા રવાના થયા હતા..

જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શ્રાવણ માસમાં કાવડયાત્રાનું અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં 250થી વધુ કાવડયાત્રીઓ સુરતથી પગપાળા ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. અને પાવન સલીલા માં નર્મદાનું જળભરી અને સુરત જવા રવાના થયા હતા.માં નર્મદાનું જળ લઈ તેઓ સુરતના વિવિધ શિવાલોયોમાં શિવજીને અર્પણ કરશે. વર્ષ 1990માં માત્ર 11 કાવડયાત્રીઓ દ્વારા આ યાત્રા શરૂ કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે 35મી કાવડયાત્રા યોજાઇ હતી જેમાં 250થી વધુ કાવડયાત્રીઓ જોડાયા હતા.

Latest Stories