/connect-gujarat/media/post_banners/553d06e30f55ff657081faaaab480d5490989ee6048c8c2596626d45b375f3b7.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભાણખેતર ગામે મસાણી માતાનું મંદિર આવેલ છે, જ્યાં ગ્રામજનોના સહકારથી છેલ્લા 3 વર્ષથી લીલુડો માંડવો ભરવામાં આવે છે. યાજ્ઞાવલ્ક્ય મુની ઋષિએ સૂર્યની ઉપાસના કરીને ભાનુ એટલે સૂર્યને નીચે ઉતરવાની ફરજ પડી એટલે ભાનુક્ષેત્ર નામ પડ્યું અને આ ગામ આજે ભાણખેતર તરીકે ઓળખાય છે. આ ગામમાં સુપ્રસિદ્ધ ગણપતિ મંદિર, વૈષ્ણવોની હરિરાયજી મહાપ્રભુજી બેઠક સહિત અનેક દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. ભાણખેતર ગામમાં પટેલ સમાજ વસે છે. તેઓ વર્ષો પહેલા આણંદ જિલ્લાના નાવલી ખાતેથી આવ્યા હતા,
અને તેમની સાથે મસાણી માતા આવ્યા હતા. તેવું ભાણખેતરના સરપંચ જગદીશ પટેલે જણાવ્યુ હતું. માતા મસાણીની નાની ડેરી ગામમાં પ્રવેશતા હતી, જે 1976માં ગ્રામજનોના સહકારથી જીર્ણોદ્ધાર કરી મંદિર બનાવાયું હતું. મંદિરે પરંપરાગત રીતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, અને ગ્રામજનો દ્વારા પૂજા-પાઠ અને આરતી નિયમિત કરવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી માતાજીના મંદિર પટાંગણમાં ગ્રામજનોના સહકારથી લીલુડો માંડવો ભરવામાં આવે છે, અને માતાજીના પ્રસન્ન થવાથી ગ્રામજનોને સુખદ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
દરેક જાતના ફ્રુટ, સ્વીટ, બિસ્કીટ સહિત ખાદ્ય પદાર્થો દ્વારા માંનો માંડવો શણગારવામાં આવ્યો હતો, અને મસાણી માતાજીના ભુવાજી હનુમાન મકવાણા, કાળકા માતાના ભુવાજી નટુ મકવાણા તથા હાર્દિક ભુવાજી માતાજીના રૂપમાં બિરાજમાન થયા હતા, આ લીલુડા માંડવામાં ચરોતરના લોક ગાયક પ્રવિણ લુણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ લીલુડા માંડવા દરમિયાન હેલીકોપ્ટર દ્વારા માતાજીની ફુલવષૉ જીગ્નેશ પટેલ તરફથી કરવામાં આવી હતી. જેમાં જંબુસર, આમોદ, પાદરા તથા ખેડા જિલ્લાના ભુવાજી આવી માતાજીનું આહવાન કર્યું હતું.