હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉભરાયું !
— ConnectGujarat (@ConnectGujarat) October 12, 2024
ભરૂચ: મહાઆરતીનો આકાશી નજારો,પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં આરતી ઉતારવામાં આવી #ConnectGujarat #BeyondJustNews pic.twitter.com/ylNe1ByhCS
ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા. અંતિમ નોરતે પોલીસ દ્વારા માતાજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 5 હજાર દિવડાઓ સાથે જગત જનની માં જગદંબાની આરતી ઉતારવામાં આવી હતી. આ આરતીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સર્વત્ર દીવડાનો ઝગમગાટ જોવા મળે છે.
જિલ્લા પોલીસવડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, પરિવારજનો તેમજ ખેલૈયાઓ આ આરતીમાં સહભાગી બન્યા હતા અને માતાજીની આરાધના કરી હતી.ભરૂચ પોલીસ દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબે ઘુમ્યા હતા