ભરૂચ:પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં મહાઆરતી કરવામાં આવી, 5 હજાર દિવડાનો ઝગમગાટ જોવા મળ્યો

5 હજાર દિવડાઓ સાથે જગત જનની માં જગદંબાની આરતી ઉતારવામાં આવી હતી. આ આરતીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સર્વત્ર દીવડાનો ઝગમગાટ જોવા મળે છે

New Update
ભરૂચ પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં અંતિમ નોરતે માતાજીની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 5000 દિવડાઓ સાથે માતાજીની આરાધના કરવામાં આવી હતી

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા. અંતિમ નોરતે પોલીસ દ્વારા માતાજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 5 હજાર દિવડાઓ સાથે જગત જનની માં જગદંબાની આરતી ઉતારવામાં આવી હતી. આ આરતીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સર્વત્ર દીવડાનો ઝગમગાટ જોવા મળે છે.

જિલ્લા પોલીસવડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, પરિવારજનો તેમજ ખેલૈયાઓ આ આરતીમાં સહભાગી બન્યા હતા અને માતાજીની આરાધના કરી હતી.ભરૂચ પોલીસ દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબે ઘુમ્યા હતા

#Bharuch Police #Bharuch News #નવરાત્રી #મહાઆરતી #નવરાત્રી મહોત્સવ #આસો નવરાત્રી #Bharuch Police Navratri
Here are a few more articles:
Read the Next Article