ભરૂચ : નેત્રંગ શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલનો હર્ષોલ્લાસ સાથે ૨૯મો પાટોત્સવ ઉજવાયો

શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલનો 29માં પાટોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા

New Update
  • શ્રી સ્વામિનારાયણ મંદિરના ૨૯માં પાટોત્સવની ઉજવણી

  • ભક્તિધામ સંકુલના ૨૮ વર્ષ થયા પૂર્ણ

  • શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે કરાઈ ઉજવણી

  • વનવાસી ક્ષેત્રના પરિવારોના ઉત્કર્ષ માટે કરાઈ મંદિરની સ્થાપના

  • ઠાકોરજીની મહાપુજા તેમજ સત્સંગ અને પ્રસાદીનો લાભ લેતા હરિભક્તો  

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતેના શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલનો ૨૯માં પાટોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લાના નેત્રંગની ધરતી પર સાકારિત થયેલા શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલના  ૨૮ પૂર્ણ થતા ૨૯મો પાટોત્સવની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી.પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીએ આ સંકુલને આ વિસ્તારમાં નિવાસ કરતા વનવાસી ક્ષેત્રના યુવાનો અને પરીવારોના ઉત્કર્ષ માટે સ્થાપના કરવામાં આવી હતી,અને પૂજ્ય ભક્તિ વલ્લભ સ્વામીજી દ્વારા આ ક્ષેત્રમાં ભક્તિ રસ પ્રસરાવવામાં આવ્યો છે.તેમણે અહીં ગામડે-ગામડે વિચરણ કરીને યુવાનોને જાગ્રત કરી સત્સંગ અને ભક્તિના માર્ગે વાળીને યુવા સમાજનું સર્જન કર્યું અને કેટલાય પરિવારને મંદિર તુલ્ય બનાવ્યા છે.

ગુરુહરિ પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજીના આશીર્વાદથી સત્સંગ અને ભક્તિની મહેંક પ્રસરાવતા આ ભક્તિધામ સંકુલને ૨૮ વર્ષ પૂર્ણ થયા છે,અને ૨૯માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો  છે, ત્યારે આ દિવ્ય અવસરે હરિધામ તીર્થક્ષેત્રથી વડીલ સંતવર્ય પૂજય નિર્મળ સ્વામીજી અને સંતવર્ય પૂજય સંત વલ્લભ સ્વામીજીની પ્રેરક ઉપસ્થિતમાં ભક્તિધામ સંકુલમાં ૨૯મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી,અને આ મંગલ અવસરે શ્રી ઠાકોરજીના દર્શન અને પૂજન તેમજ મહાપૂજા અને સંતોના આશીર્વાદ તથા પ્રસાદીનો લાભ  હરિભક્તોએ લીધો હતો.

Latest Stories