ભરૂચ: નૂતનવર્ષની હર્ષોઉલ્લાસભેર ઉજવણી, દેવાલયોમાં દેવદર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ

ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિરે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. નવા વર્ષના પ્રારંભમાં લોકોએ પોતાના દેવી-દેવતાઓના દર્શન કરવા માટે કતારમાં ઉભેલા જોવા મળ્યા

New Update

આજે નુતન વર્ષની ઉજવણી

ભરૂચમાં હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

અંકલેશ્વરના ક્ષીપ્રા ગણેશ મંદીરે પણ ભક્તોની ભીડ

નવા વર્ષના પ્રથમ દિવસે ભક્તોએ કર્યા દેવ દર્શન

ભરૂચ અંકલેશ્વરમાં નવા વર્ષના પ્રારંભના પહેલા દિવસે વિવિધ દેવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. નવા વર્ષે ભક્તોએ દેવદર્શન કરી સમગ્ર વર્ષ સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે તે માટે પ્રાર્થના કરી હતી..
મોટા અંબાજી જેટલું જ મહત્વ ધરાવતા અને 52માં શક્તિપીઠનો દરજ્જો મેળવનાર ભરૂચના દાંડિયાબજાર સ્થિત 2065 વર્ષ પ્રાચીન અંબાજી મંદિરમાં  નવા વર્ષના પ્રારંભ થતા ભક્તોએ માં અંબાના દર્શન અને પૂજા કરવાનો લહાવો લીધો હતો.
નવા વર્ષના પહેલા દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી છે ત્યારે ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિરે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. નવા વર્ષના પ્રારંભમાં લોકોએ પોતાના દેવી-દેવતાઓના દર્શન કરવા માટે કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા. નવા વર્ષ પર, લોકોએ ભગવાનના દર્શન કર્યા અને આ વર્ષ વધુ સારું રહે તેવી પ્રાર્થના કરી હતી..
આ તરફ અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ રામકુંડ સ્થિત ક્ષીપ્રા ગણેશ મંદિરે પણ ભક્તોની ભીડ જોવા મળી હતી.આજરોજ નવા વર્ષના પ્રથમ દિવસે ભક્તોએ નવા વસ્ત્રો પરિધાન કરી દેવ દર્શન કર્યા હતા અને સમગ્ર વર્ષ દરમિયાન નિરોગી રહેવાની કામના કરી હતી.સાથે જ સુખ સમૃદ્ધિ માટે  દુંદાળા દેવ શ્રી ગણેશજીને પ્રાર્થના કરી હતી..
Latest Stories