-
વિશ્વ ગાયત્રી મંદિરે નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરશે
-
આ પ્રસંગે યોજાશે વિવિધ ધાર્મિક કાર્યક્રમો
-
ગાયત્રી મહાપુરાણ કથાનો થયો પ્રારંભ
-
કથાનાં પ્રારંભ નિમિત્તે પોથી યાત્રા યોજાઈ
-
મહાઆરતી,મહાપૂજાનો ભક્તોને મળશે લ્હાવો
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે 27માં માઁ નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.જે અંતર્ગત ગાયત્રી મહા પુરાણ કથાનાં પ્રારંભ નિમિતે ભવ્ય પોથી યાત્રા યોજાઈ હતી.
ભરૂચના ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે 27 વર્ષથી નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે,ત્યારે આ વર્ષે પણ તારીખ 4 ફેબ્રુઆરી 2025ને મંગળવારના રોજ નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.શ્રી શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી અલખધિરજી મહારાજના પાવન આશીર્વાદથી ગુજરાત સમગ્ર વિશ્વમાં સ્વર્ગ બને તેવા મહા સંકલ્પને પૂર્ણ કરવા આ દિવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
જેના અનુસંધાનમાં આજરોજ ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ નિમિત્તે ઝાડેશ્વર ગાયત્રી મંદિરથી પોથી યાત્રા યોજાઈ હતી.જે પોથી યાત્રા ઝાડેશ્વર ગામ થઈ મુખ્ય માર્ગ પર પસાર થઈ ઝાડેશ્વર ગાયત્રી મંદિરે પરત ફરી હતી અને ત્યારબાદ ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ કરાયો હતો.જે કથાના વક્તા શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર દ્વિતીય પીઠાધીશ્વર સત્યનાંદગિરિજી માતાજી કથાનું રસપાન કરાવશે.
આ કથાનું દરરોજ બપોરે ત્રણ થી છ કલાક શ્રષાણુઓ લાભ લઇ શકશે.તારીખ 3 ફેબ્રુઆરીને સોમવારના રોજ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. તથા તારીખ 4 ફેબ્રુઆરી 2025ને મંગળવારના રોજ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સવારે 8:00 કલાકે પ્રારંભ થશે અને બપોરે એક કલાકે પૂર્ણાહુતિ થશે.
જ્યારે તારીખ 4 ફેબ્રુઆરી 2025 ને મંગળવારના રોજ 27મો નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં સવા લાખ દીવડાની મહાઆરતી અને મહાપૂજન કરવામાં આવશે,આ પ્રસંગે 1000 નંગ સાડી અર્પણ,મહા અભિષેક,ભવ્ય અન્નકૂટ,ભવ્ય આતાશબાજી અને ત્યારબાદ મહાપ્રસાદનો ભક્તો લ્હાવો લઈ શકશે.