ભરૂચ: સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડની છત્રછાયામાં પૂ.મોરારીબાપુની રામકથા યોજાશે

ચોથી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી 2025 દરમિયાન નવ દિવસ મોરારીબાપુ તેમના શ્રીમુખે શ્રી. રામચરિત માનસ કથાનું રસપાન કરાવશે હાલ ભવ્ય કથા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

New Update
Advertisment
  • ભરૂચના કબીરવડ નજીક યોજાશે રામકથા

  • કબીરવડના સામા કિનારે મંગલેશ્વરમાં રામકથાનું આયોજન

  • પૂજ્ય મોરારી બાપુ કરાવશે રસપાન

  • 20 એકર જમીનમાં કથા મંડપનું નિર્માણ

  • રોજના 1 લાખ ભક્તો આવે એવી સંભાવના 

Advertisment
ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડની છત્રછાયામાં નર્મદા નદીના કિનારે મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારીબાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનું અનેરૂ મહત્વ રહેલું છે.કબીરવડ યાત્રાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર રહેલું છે ત્યારે કબીરવડ જેવા પવિત્ર યાત્રાધામની છત્રછાયામાં મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારીબાપુની ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ ચોથી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી 2025 દરમિયાન નવ દિવસ મોરારીબાપુ તેમના શ્રીમુખે શ્રી. રામચરિત માનસ કથાનું રસપાન કરાવશે. કબીરધામ મોરબી અને કબીરધામ મંગલેશ્વર દ્વારા યુએસએ ખાતે રહેતા દાતા નરેશ પટેલના સહયોગથી આ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લગભગ 40 વીઘા જમીનમાં ભવ્ય કથા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
જેમાં દરરોજ એક લાખથી વધારે ભક્તો આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.આ સાથે જ 30,000થી વધુ લોકો પ્રસાદી અને કથાનો લાભ લઈ શકે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.લગભગ 44 વર્ષ બાદ ફરી એકવાર પૂજ્ય મોરારીબાપુ ભરૂચના આંગણે પધારી રહ્યા છે અને તેમના મુખે શ્રી રામકથા શ્રવણ કરવાનો ભક્તોને લ્હાવો મળશે.
Latest Stories