ભરૂચ : તવરાના ચિંતાનાથ મહાદેવ મંદિરનું અદકેરૂ મહત્વ, કપિલમુનિએ અહીં કર્યું હતું તપ

New Update
ભરૂચ : તવરાના ચિંતાનાથ મહાદેવ મંદિરનું અદકેરૂ મહત્વ, કપિલમુનિએ અહીં કર્યું હતું તપ

પવિત્ર શ્રાવણ માસમાં શ્રધ્ધાળુઓ ભોળાનાથ શંભુની આરાધનામાં મશગુલ છે ત્યારે અમે તમને આજે કરાવીશું ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલાં ચિંતાનાથ મહાદેવના દર્શન.

ભરૂચ તાલુકાના તવરા ગામે પાવન સલિલા મા નર્મદાના તટે તવરા ગામ આવેલું છે અને આ ગામના ચિંતાનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં ભકતો દર્શન માટે આવી રહયાં છે. શ્રાવણ મહિનામાં શિવજીની ભકિતનું અનેરૂ મહત્વ છે. ખાસ કરીને પાવન સલિલા મા નર્મદાના તટે આવેલાં પૌરાણિક શિવાલયોમાં શ્રધ્ધાળુઓ શિવજીની આરાધના કરી રહયાં છે.

તવરા ગામના ચિંતાનાથ મહાદેવ મંદિરની વાત કરવામાં આવે તો અહીં કપિલમુનિએ તપ કર્યું હતું. તરણેશ્વર નું અપભ્રંશ થઈ ગામનું નામ તવરા નામ પડ્યું છે. નર્મદા સ્નાન કરી સપ્ત શિવલિંગના દર્શનથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાની લોકવાયકા છે. ચૈત્ર સુદ ચૌદશના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડાનું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની વાયકા છે.

ચિંતાનાથ મહાદેવના દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતા હોવાથી આ મંદિર ચિંત નાથ મહાદેવ ના નામે ઓળખાય છે. રેવા પુરાણ મુજબ બાણાસુર રાક્ષસે પણ અહીં તપ કર્યું હતું અને અહીં કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. જોકે હવે આ મંદિર કડોદ ગામની સીમમાં આવેલું છે. મોગલ શાસન દરમિયાન ઔરંગઝેબે મંદિર પર ચઢાઇ કરી હતીpઔરંગઝેબેના સૈન્યે મંદિરના શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કરતાં તેમાંથી દૂધની ધારાઓ વહી હતી અને ઔરંગઝેબનું સૈન્ય શિવલિંગ ખંડિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું.

તવરા ગામના ચિંત નાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ અને મહા શિવરાત્રીના દિવસે હજારોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડે છે. ચિંતાનાથ મહાદેવ મંદિરે પાર્થેશ્વર પૂજા કરવામાં આવે છે દરરોજ નર્મદા નદીમાંથી માટી લાવી રોજેરોજ શિવલીંગ બનાવવામાં આવે છે.

Latest Stories