Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : ઝઘડીયાના જુની તરસાલી ગામે મન્સુર શાહ બાવા દરગાહ શરીફના 82મા ઉર્ષની શાનદાર ઉજવણી કરાય

ઉર્ષની ઉજવણીના અવસર પર ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરગાહ પર દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ હાજરી આપવા ઉમટી પડ્યા હતા

X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જુની તરસાલી ખાતે મન્સુર શાહ બાવા દરગાહ શરીફ ના 82મા ઊર્શની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ ધર્મગુરુ અજમેરના ગાદીપતિ હજરત ખ્વાજા રૂકનુદ્દીન મોહમ્મદ ફરરુખ ચિસ્તીની હાજરીમાં મહેફિલે શમાનું આયોજન કરાયું હતું.

ભરૂચના ઝઘડીયા તાલુકાના જુની તરસાલી ગામે નર્મદા નદીકાંઠા પર આવેલ હજરત મનસુરશાહ બાવાની દરગાહ શરીફ ખાતે ઉર્ષની શાનદાર ઉજવણી સાથે મહેફિલે શમાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદથી પધારેલા અજમેર શરીફના ગાદીપતિ હજરત ખ્વાજા રુકનુદ્દીન મોહમ્મદ ફરરુખ ચિસ્તીની ઉપસ્થિતિમાં મુંબઈના મશહૂર કવ્વાલ અલી વારીસ અને તેઓની ટીમે કવ્વાલીની રંગત જમાવી હતી.

ઉર્ષની ઉજવણીના અવસર પર ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરગાહ પર દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ હાજરી આપવા ઉમટી પડ્યા હતા. મહેફિલે શમામાં ખ્વાજા મોઈનુદીન હસન ચિસ્તી, ખ્વાજા સલાઉદ્દીન ચિસ્તી, ખ્વાજા ખુસરૂ નસીર ચિસ્તી, હજરત સાહબ અને શાદબ બાવા વજીફદાર ઉપસ્થિત રહ્યા હતા. ઉર્ષના પ્રોગ્રામને સફળ બનાવવા માટે સૈયદ કાદર બાપુ અને એચ.એમ. કમિટીના સભ્યો તેમજ ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Next Story