New Update
/connect-gujarat/media/media_files/2025/08/23/run-mochan-hanumanji-2025-08-23-15-19-49.jpg)
ભરૂચના કુકરવાડા ગામે આવેલ ઋણ મોચન હનુમાનજી મંદિરની લોકવાયકા મુજબ વર્ષો પહેલા કુકરવાડા ગામ નર્મદા નદીને કિનારે વસેલું ગામ છે.ગામના નદીકિનારે ટેકરા પર હનુમાનજીનું મંદિર હતું ત્યાં કોઈ ક્ષતિ ભગવાનના મનમાં આવી જતા હનુમાનજી કુકરવાડા ગામ છોડીને હાંસોટ પાસે આવેલ બાડોદરા ગામે જતા રહ્યા હતા. ત્યાર બાદ થોડા સમય પછી કુકરવાડા ગામના એક વૃધ્ધને સપનામાં હનુમાનજી મહારાજ આવી ને કહ્યું કે હું હાંસોટ પાસે આવેલ બાડોદરા ગામના પાદરે એક ઓટલા પર છું અને તમે લોકો મને અહીં આવીને લઈ જાવ આ સ્વપ્નની વાત વૃદ્ધે ગામ લોકોને કરી અને સાત બળદ ગાડા તૈયાર કરી હનુમાનજી દાદાને લેવા નીકળી પડ્યા બારોદ્રા ગામે પોહચતા ગામના પાદરે એક ઓટલા પર હનુમાનજીની મૂર્તિ જોવાઈ છે અને આ જોઈ ને લોકો રાજીના થઈ જાય છે. આંખોમાંથી અશ્રુઓ ની ધારા વહેવા લાગે છે.ગ્રામજનો મૂર્તિને પગે લાગે છે અને સૌ ભેગા મળી દાદાની મૂર્તિને ગાડામાં મુકવા જાઇ છે ત્યાં તો ગાડાના પૈડા એક પછી એક છ ગાડાના પૈડા તૂટી જાય છે. આ જોતા જાતે હનુમાનજી દાદા મૂર્તિમાંથી અવાજ કરતા કહે છે તમે કુકરવાડા જતા રહો હું જાતે આવી જઈશ. છ માસ પછી મારા મંદિરની બાજુમાં આવેલ ટેકરી પર ખોદજો હું સ્વયંભૂ પ્રગટ થઈશ.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/08/23/hanuman-2025-08-23-15-19-58.png)
આ સાંભળી ગામ લોકો રડતા મુખે ત્યાંથી પરત કુકરવાડા ગામે આવી જાય છે.ગ્રામજનો 3 માસમાં જ ખોદકામ કરતા બાળ સ્વરૂપ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થાય છે.આજે પણ બડોદરા ગામે યુવા અવસ્થામાં હનુમાનજી બિરાજમાન છે અને કુકરવાડા ગામે બાળસ્વરૂપે પંચમુખી હનુમાનજી.આ મંદિરનું નામ ઋણ મોચન હનુમાનજી એ માટે પડ્યું છે કે કોઈ પણ વ્યક્તિના માથે ગમે તેનું ઋણ હોઈ અને એ વ્યક્તિ પાંચ શનિવાર કે મંગળવાર ભરે છે અને દાદાની ભક્તિ કરે છે તો તેના માથેથી ઋણ ઉતરી જાય છે દૂર દૂરથી ભક્તો હનુમાનજીના દર્શનાર્થે ઉમટી પડે છે.
Latest Stories