Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ: ગુમાનદેવ હનુમાજીના દર્શનનો અનેરો મહિમા,શ્રાવણ માસના પ્રથમ શનિવારે ઉમટયું ભક્તોનું ઘોડાપૂર

આ મુર્તિ ઉપર કપિલા નામની ગૌમાતા દૂધનો અભિષેક કરવા આવતી હતી. સંતે આ જાણી મૂર્તિની વિધિવત સ્થાપના કરી હતી

X

ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિર ખાતે આજે શ્રવણ માસના પ્રથમ શનિવારે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. ભક્તોએ હનુમાનજી સમક્ષ શીશ ઝુકાવી કષ્ટ દૂર કરવાની પ્રાર્થના કરી હતી ભરૂચ ઝગડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિર ભકતોમાં અનેરી આસ્થા ધરાવે છે. કહેવાય છે કે અહી બિરાજમાન હનુમાનજી ભક્તોનું ગુમાન એટ્લે કે અભિમાન દૂર કરે છે અને તેથી તે ગુમાનદેવ તરીકે ઓળખાયા છે. આ મંદિર પાછળ દંત કથા સંકળાયેલ છે તે મુજબ આ મુર્તિ સ્વયંભૂ છે.

ગુલાબ દાસજી મહારાજ કે જેઓ અયોધ્યાના હનુમાન ગઢીના સંત હતા તેઓ અહી આવ્યા હતા અને તેઓને સ્વપ્નમાં આ મુર્તિ અંગે આભાસ થયો હતો અને આ મુર્તિ સાથે એક શિયાળ ચોંટેલું હોય તેને ગોવાળિયાઓ મારતા હોવાનો આભાસ થયો હતો. તેઓએ ત્યાં સ્થળ પર જઈ જોતાં સ્વયંભૂ મુર્તિ ઉપર શિયાળ ચોંટેલું હતું અને તેને ગોવાળિયાઓ મારતા હતા. સંતે શિયાળને છોડાવી સ્થાનિકો સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે આ શિયાળ રોજ અહી આવી મુર્તિને ગમે ત્યાં અડતું હતું જેથી આજે તેના કર્મોની સજા મળી.

ઉપરાંત રોજ આ મુર્તિ ઉપર કપિલા નામની ગૌમાતા દૂધનો અભિષેક કરવા આવતી હતી. સંતે આ જાણી મૂર્તિની વિધિવત સ્થાપના કરી હતી ઇ.સ. 1615 માં ચૈત્ર સુદ પૂર્ણિમા એટ્લે કે હનુમાન જયંતિના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. શ્રાવણ માસમાં અહી ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. ભક્તો પગપાળા અહી આવી આસ્થાના પુષ્પો પ્રગટ કરે છે. આજે શ્રવણ માસના પ્રથમ શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોચ્યા હતા.

Next Story