Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : જંબુસરના કલક ગામે તલ્કેશ્વર મહાદેવ મંદિરનો અનન્ય મહિમા, વ્યતિપાત યોગના દિવસે ભરાશે મેળો...

એક દિવસ ગાય ચરાવનારે આ દ્રશ્ય જોયું અને વાત વાયુવેગે પ્રસરી અને ગ્રામજનોએ જોયું તો સ્વયંભુ શિવલિંગ હતું. ત્યારથી આ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે

X

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક ગામ ખાતે આશરે 1 હજાર વર્ષ ઉપરાંત પુરાણું તલકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યારે શ્રાવણ વદ તેરસ વ્યતિપાત યોગના દિવસે કલક ગામે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના જંબુસરથી આશરે 5 કિલોમીટરના અંતરે આવેલ કલક ગામ જ્યાં સ્વયંભૂ તલકેશ્વર મહાદેવ બિરાજમાન છે. કલક ગામના રહીશ દિલીપ પટેલના જણાવ્યા અનુસાર, તલકેશ્વર મહાદેવ જ્યાં સ્વયં પ્રગટ થયા તે જગ્યા પહેલા જંગલ હતું, જ્યાં ગાયો ચરવા આવે અને બાજુમાં આવેલ તળાવનું પાણી પીએ. ગાયના ધણની એક ગાય દરરોજ આજ જગ્યા ઉપર આવી દૂધથી અભિષેક કરતી હતી.

એક દિવસ ગાય ચરાવનારે આ દ્રશ્ય જોયું અને વાત વાયુવેગે પ્રસરી અને ગ્રામજનોએ જોયું તો સ્વયંભુ શિવલિંગ હતું. ત્યારથી આ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે. પ્રતિ વર્ષ વ્યતિપાત યોગના દિવસે આ શિવલિંગ પર તલ વધેરાય છે. તેથી તલકેશ્વર નામ પહેલાના સમયનું તલક ગામ જ્યાં આજે કલકના નામથી ઓળખાય છે. શ્રાવણ માસમાં વ્યતિ પાત યોગ થાય ત્યારે તલકેશ્વર મહાદેવ ખાતે મેળો ભરાય છે. વ્યતિપાત યોગના દિવસે આ શિવલિંગના દર્શન માત્રથી પાપ નષ્ટ થાય છે, અને મનવાંછીત ફળ મળે છે. ચાલુ સાલે પ્રતિ વર્ષની જેમ તા. 10/9/2023ના રોજ શ્રાવણ માસમાં વ્યતિપાત યોગ થતો હોય, જેથી ગ્રામજનો દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દર્શનનો લાભ લેવા ગામ સરપંચ ઇન્દ્રવદન લીમ્બચીયાએ ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવ્યું છે.

Next Story