આજે ભાઈબીજના પર્વની ઉજવણી, યમુના મૈયા અને તેમના ભાઈ યમરાજ સાથે જોડાયેલી છે કથા

દર વર્ષે કારતક સુદ બીજની તિથિએ ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવે છે.ભરૂચ શહેર અને જિલ્લામાં પણ ભાઈ બીજના તહેવારની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી

New Update
Bhai Duj Celebration
Advertisment
  • પ્રકાશના પર્વમાં આજે ભાઈબીજની ઉજવણી

  • ભાઈએ બહેનના ઘરે ભોજન આરોગ્યુ

  • ભાઈના લાંબા આયુષ્ય માટે કરી કામના

  • યમુના મૈયા અને યમરાજ સાથે જોડાયેલી છે કથા

  • ભાઈબીજના પર્વની ઉત્સાહભેર ઉજવણી

Advertisment
ભરૂચ જિલ્લામાં આજે ભાઈ બીજના તહેવાર નિમિત્તે બહેને ભાઈના કપાળ પર તિલક લગાવીને ભાઈના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી.ભાઈબીજના પર્વની ઉજવણી બહેન યમુના અને તેમના ભાઈ યમરાજ સાથે જોડાયેલી છે..
ભાઈ-બહેનના આ પવિત્ર તહેવાર ભાઈબીજની શરૂઆત યમુના મૈયાએ કરી હતી. દંતકથા અનુસાર, યમરાજ પોતાની બહેન યમુનાને ખૂબ પ્રેમ કરતા હતા. યમુનાના લગ્નને ઘણો સમય વીતી ગયો, પરંતુ યમરાજ તેની બહેન યમુનાને મળી શક્યા નહીં. યમુના મૈયા પણ તેને ખૂબ યાદ કરતા હતા. પછી એક દિવસ અચાનક યમરાજ તેમને મળવા યમુના પાસે પહોંચી ગયા તે દિવસે કારતક સુદ બીજની તિથિ હતી.
bhaibij
યમુના પોતાના ભાઈને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે તેના ભાઈને આવકારવા ઘણી વાનગીઓ તૈયાર કરી. જ્યારે તે જવાના હતા ત્યારે યમુનાએ તેના માથા પર તિલક લગાવ્યું અને તેમને મીઠાઈ ખવડાવી. તેનાથી પ્રસન્ન થઈને યમરાજે તેમની પાસે ભેટ તરીકે વરદાન માંગવાનું કહ્યું.તે સમયે યમુનાએ કહ્યું કે હવેથી તમે દર વર્ષે આ દિવસે તેમને મળવા આવશો.
Advertisment
આ દિવસે જે બહેન પોતાના ભાઈના કપાળ પર તિલક કરશે, તે ભાઈને યમરાજ લાંબુ આયુષ્ય આપશે અને તે ભાઈ હંમેશા પોતાની બહેનની રક્ષા કરશે. યમુનાની વાત સાંભળીને યમરાજ કહ્યુ તથાસ્તું. ત્યારથી દર વર્ષે કારતક સુદ બીજની તિથિએ ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવે છે.ભરૂચ શહેર અને જિલ્લામાં પણ ભાઈ બીજના તહેવારની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.
#ભાઈ બીજ પૂજા #ભાઈબીજ #ભાઈબીજની પૌરાણિક કથા #BhaiBij #Bhai Duj #કારતક સુદ બીજ #Bhai Duj Celebration #Bhai duj Utsav
Latest Stories