Connect Gujarat
ધર્મ દર્શન 

ચાર ધામ યાત્રા ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે, જાણો કયા દિવસે કયા કપાટ ખુલશે

ઉત્તરાખંડના ચાર ધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન સામાન્ય લોકો માટે એપ્રિલથી શરૂ થશે.

ચાર ધામ યાત્રા ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે, જાણો કયા દિવસે કયા કપાટ ખુલશે
X

દેવોનાં દેવ મહાદેવના કપાટ ખુલવાની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ શિયાળાના છ મહિનાના વિરામ બાદ વાર્ષિક ચાર ધામ યાત્રા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. ઉત્તરાખંડના ચાર ધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન સામાન્ય લોકો માટે એપ્રિલથી શરૂ થશે.

વાર્ષિક ચાર ધામ યાત્રા અક્ષય તૃતીયા 22 એપ્રિલ ના રોજ સત્તાવાર રીતે શરૂ થશે. આ દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દ્વાર ખુલશે. બીજી તરફ કેદારનાથ ધામ 25 એપ્રિલે સવારે 6.20 કલાકે ભક્તો માટે ખુલશે. જો કે બદ્રીનાથ ધામના દરવાજા 27 એપ્રિલથી ખુલશે. ચાર ધામ યાત્રા ભારતના હિંદુઓની સૌથી મહત્વપૂર્ણ યાત્રાધામોમાંથી એક છે, જે ઉત્તરાખંડના પર્વતોમાં ચાર પવિત્ર સ્થળો પર થાય છે. પવિત્ર યાત્રા ઉત્તરકાશીના યમુનોત્રીથી શરૂ થાય છે અને તે જ જિલ્લામાં ગંગોત્રી સુધી જાય છે. યાત્રાનું ત્રીજું સ્થળ રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું કેદારનાથ મંદિર છે. ચમોલી જિલ્લામાં સ્થિત બદ્રીનાથ ધામની મુલાકાત લઈને અંતિમ મુકામ પૂર્ણ થાય છે. ચાર ધામની કુલ યાત્રા 1,607 કિલોમીટરનું અંતર આવરી લે છે.

ચારધામના કપાટ ખોલવાની તારીખ :-

યમુનોત્રી, 22 એપ્રિલ, ગંગોત્રી, 22 એપ્રિલ , કેદારનાથ, 25 એપ્રિલ, બદ્રીનાથ, 27 એપ્રિલ કેદારનાથ ધામના ઉદઘાટનની તારીખની જાહેરાત સાથે, શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ યાત્રાની તૈયારીઓને વેગ આપ્યો છે. કમિટીની આગોતરી ટીમ 15 માર્ચે કેદારનાથ અને બદ્રીનાથ ધામ જવા રવાના થશે અને યાત્રાની વ્યવસ્થાની સમીક્ષા કરશે.

પ્રવાસ વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની બેદરકારી કરવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે મંદિર સમિતિના મહેનતુ અને કુશળ કર્મચારીઓની સુસંગઠિત ટીમોને બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં મોકલવામાં આવશે. આ ટીમ ધામમાં વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યા બાદ તૈયારીઓને આખરી ઓપ આપશે.પ્રવાસની વ્યવસ્થા અંગે ટૂંક સમયમાં SOP જારી કરવામાં આવશે.

આ વર્ષનું ચાર ધામ પોતાની સાથે અનેક પડકારો લઈને આવ્યું છે. બદ્રીનાથ ધામના પ્રવેશદ્વાર જોશીમઠમાં ભૂસ્ખલનનો મુદ્દો સૌથી સળગતો મુદ્દો છે. તાજેતરમાં, જોશીમઠ અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં ખતરનાક તિરાડો જોવા મળી હતી, જેના પછી સ્થાનિક લોકોએ થોડા સમય માટે તેમના ઘર છોડવા પડ્યા હતા. આવી સ્થિતિમાં, આ વિસ્તાર હજુ પણ અત્યંત નાજુક સ્થિતિમાં છે અને સરકારનું ધ્યાન એ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત કરવામાં આવશે કે શ્રદ્ધાળુઓ દર્શન કર્યા પછી તેમના ઘરે સુરક્ષિત રીતે પહોંચી શકે. મળતી માહિત પ્રમાણે બદ્રીનાથ હાઇવે પર જોશીમઠ નજીક તાજી તિરાડો પડી છે. જો કે, ઉત્તરાખંડ રાજ્ય સરકારે તીર્થયાત્રીઓને ખાતરી આપી છે કે વર્તમાન ભૂસ્તરશાસ્ત્રીય સમસ્યા ચાર ધામ યાત્રાને અવરોધશે નહીં.

Next Story